કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં નિરંજન પટેલનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ સ્થિતિ વચ્ચે રાજકીય નેતાઓ પણ કોરોનો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. આજે કોંગ્રસના વધુ એક ધારાસભ્ય કોરોના વાયરસનો શિકાર બન્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આ અગાઉ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ઈમરાન ખેડાવાળા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તે સિવાય કોંગ્રેસના નેતા ભરતસિંહ સોંલકીને પણ જીવલેણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે હાલ તેઓ સારવાર હેઠળ છે. તેમજ ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા જગદીશ પંચાલ અને કિશોર ચૌહાણ પણ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો જોકે તેઓ સ્વસ્થ થઈ ગયા છે.