ગુજરાતના લોકાયુક્ત પદે રાજેશ શુક્લાની નિમણૂંક

આવતીકાલે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ રાજેશ શુકલા લોકાયુક્ત તરીકે રાજભવન ખાતે સવારે 11 વાગ્યે શપથગ્રહણ કરશે. શપથવિધિ રાજ્યપાલ દેવવર્ત આચાર્ય નવ નિયુક્ત લોકાયુક્ત રાજેશ શુકલાને શપથ લેવડાવશે.

જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત હાઇકોર્ટના જજ, કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા લોકાયુક્તની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે.