Video: કોરોના યોદ્ધાઓને સલામ, પોલિસ વોર મેમોરિયલ પર પુષ્પવર્ષા

કોરોના વાયરસની જંગમાં લડી રહેલા કોરોના યુદ્ધાને આજે સરહદના શૂરવીરો સલામી કરી રહ્યા છે. સેનાના ત્રણેય પાંખોના જવાનો કોરોના વાયરસને માત આપવામાં સંકળાયેલા હજારો ડોકટરો, નર્સ અને મેડિકલ સ્ટાફ, તેમજ સફાઈ કર્મી અને બીજા ફ્રન્ટલાઈન યોદ્ધાઓ પ્રતિ આભાર પ્રકટ કરતા તેમના પર પુષ્પવર્ષા કરી રહ્યા છે.

સમગ્ર હિન્દુસ્તાનમાં ઉત્તરથીદક્ષિણ સુધી અને પૂર્વથીપશ્ચિમ સુધી આ દ્રશ્યનો નજારો જોવા મળશે. દિલ્હીના પોલિસ વોર મેમોરિયલમાં સલામી આપી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

જોકે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવામાન બદલાતા તેમજ વરસાદને કારણે કોરોના વોરિયર્સના સમ્માનમાં ઓયોજિત એર ફોર્સના સલામી કાર્યક્રમ 1 કલાક મોડા શરૂ કરવામાં આવ્યો હતો. જેની એર ફોર્સ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સેનાએ આ માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના જનરલ બિપિન રાવતે શપક્રવારે તેની ઘોષણા કરી હતી કે સેનાના ત્રણેય જવાનો કોરોના કર્રમવીરો પ્રતિ આભાર પ્રકટ કરશે.