આરોગ્ય સેતુ એપ ઉપયોગકર્તાઓની સંખ્યા 13 દિવસમાં 5 કરોડ પહોંચી

નીતિ આયોગના CEO અમિતાભ કાંત આજે કહ્યું કે સરકાર દ્રારા કોરોના વાયરસના દર્દીઓની દેખરેખ માટે વિકસિત મોબાઈલ એપ આરોગ્ય સેતુના ઉપયોગકર્તાઓની સંખ્યા માત્ર 13 દિવસમાં 5 કરોડ પહોચી ગઈ છે. આ અર્થમાં, તે વિશ્વની સૌથી લોકપ્રિય એપ્લિકેશન બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં આરોગ્ય સેતુ ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી.

કાંતે ટ્વિટર પર લખ્યું કે મોબાઈલને 5 કરોડ ગ્રાહકો સુધી પોહચવા 75 વર્ષ લાગ્યા, રેડિયોને 38 વર્ષ, ટેલિવિઝનને 13 વર્ષ, ઈન્ટરનેટને 4 વર્ષ, ફેસબુકને 19 મહિના, પોકમોન ગોને 19 દિવસ. કોરોના વાયરસ વિરૂદ્ધ અભિયાનમાં હેઠળ તૈયાર કરાયેલી આરોગ્ય સેતુના ઉપયોગકર્તાની સખ્યા માત્ર 13 દિવસમાં જ 5 કરોડ પહોંચી ગઈ છે.