વિદેશમાં ફસાયેલા 139 વિદ્યાર્થીઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

એરપોર્ટ પર તેમના આરોગ્યની ચકાસણી કર્યા બાદ મોટા ભાગના લોકોને ઘરે મોકલાયા

પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકારની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓને મનિલાથી અમદાવાદ લઇને આવેલું વિમાન અમદાવાદ આવી પહોંચ્યું છે. એરપોર્ટ પર વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાંથી મોટા ભાગનાને તપાસ કર્યા બાદ તેમની ઘરે મોકલવાની છૂટ આપી છે. કેટલાક વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવા માટેનું પણ કહેવાયું છે હજુ ૧૫મી તારીખે અમેરિકાથી અન્ય ફ્લાઇટ પણ વિદ્યાર્થીઓને લઈને આવી રહી છે.