મણિપુરમાં સેના પર હુમલો 3 જવાન શહીદ, 6 ઘાયલ

મણિપુરમાં સૈન્યના જવાનો પર ઓચિંતો હુમલો કર્યો છે આ હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે છ જવાનો ઘાયલ થયા છે. રાજધાની ઈમ્ફલની નજીક 95 કિ.મી દૂર ચંદેલ જિલ્લામાં આ હુમલો કારાયો હતો જે પહાડી વિસ્તાર છે.

ભારત-મ્યાંમાર બોર્ડર પર ઉગ્રવાદી જૂથ વિરુદ્ધ ઓપરેશન દરમ્યાન 4 આસામ રાઈફલ્સના ત્રણ જવાન શહીદ થયા છે. જવાનો પર પીઠ પાછળ ત્રાટકીને ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં 6 જવાનો ઘાયલ થતા જેમને ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાની મિલિટ્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરના સ્થાનિક ઉગ્રવાદીના જૂથ પીપુલ્સ લિબરેશન આર્મીએ આ હુમલાને અંજામ આપ્યો છે. સૈન્ય તરફથી ઉગ્રવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન અભિયાન શરૂ કર્યું છે. તેમજ ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.