ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત 24ના મોત

ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં શનિવારે વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 24 મજૂરોને કાળ ભરખી ગયો હતો. જ્યારે 38 લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યા છે.

પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ટ્રકે મજૂરોને લઈને જતા ડીસીએમને ટક્કર મારતા જેમાં 24 લોકોના મોત નિપજ્યા હતા. અને 38 લોકો ઘાયલ થયા હતા જેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઔરૈયા જિલ્લાના એસપી સુનીત સિંહ અને અન્ય પોલિસ જવાનો જવાનો ઘટના સ્થળે પહોંચીને રાહતકાર્યમાં લાગી છે. ઘટનાને જોતા મોતનો આંકડો વધવાની શક્યતા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.