ધાત્રી મહિલાઓ અને બાળકોને આપવાના બાલ શક્તિ પેકેટો કચરાપેટીમાં ફેંકી દેવાયા

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને નાના બાળકોનેને આરોગ્યને લઇને હંમેશા ચિંતિત રહે છે બાળકો અને મહિલાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે. મહિલા અને બાળકોને નિયમિત રૂપે આ માટેના પેકેટ આપવામાં આવે છે.

પરંતુ આવા એક પ્રકારના ફૂડ પેકેટ્સ અમદાવાદમાં રામનગર સાબરમતી ગંગારામ ફ્લેટની પાછળ આવેલ મેદાનમાં છેલ્લા ત્રણ દિવસથી ફેંકવામાં આવી રહ્યા છે આ ઉપરાંત કેટલીક કચરાપેટીઓમાં પણ આવા પેકેટ્સ ફેંકી દેવાયા છે કોણ અને શા માટે આવા પેકેટ્સ ફેંકી દેવાયા તે તપાસનો વિષય છે.