કેમ સ્કેનર જગ્યાએ મેડ ઈન ઈન્ડિયા એપ Bharat Scanner

કેન્દ્ર સરકારે ચાઈનાની ટિકટોક, કેમસ્કેનર સહિત 59 એપ પર પ્રતિબંધ મૂકતા ભારતમાં ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિ વચ્ચે યુજર્સ માટે સારા સમાચાર છે કે, કેમસ્કેનર જેવી જે ભારતીય એપ Bharat Scanner લોન્ચ કરવામાં આવી છે.

ભારત સ્કેનર એપનો ઉપયોગ કરીને યુઝર્સ ડોક્યુમેન્ટને સ્કેન સાથે તેને PDFમા કન્વર્ટ કરી શકે છે. તેમજ બીજા ઘણા પ્રકારના ફિચર્સ શામિલ છે. Bharat Scanner એપ ફ્રી છે અને તેને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. તેમજ આ એપમાં યુઝર્સનો ડેટા સંપૂર્ણ સુરક્ષિત છે.