ભરતસિંહ સોલંકીની હાલત ખૂબ ગંભીર વેન્ટીલેટર ઉપર

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની હાલત ખૂબ ગંભીર થતા તેમને વેન્ટીલેટર પર રાકવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી કોરોના વાયરસમાં સપડાતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા પરતું તબિયતમાં કોઇ સુધાર ન થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

તેમજ પ્લાઝમા થેરાપીથી ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઇ સુધારો થયો નથી. અને દિવસેને દિવસે તેમની હાલત કફોડી બનતા કોંગ્રેસના નેતાઓમાં ચિંતા પ્રસરી છે કારણ કે, આ અગાઉ કોરોનાએ કોંગ્રેસના નેતાઓનો ભોગ લીધો છે. આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવા પડ્યો હતો.