સુરતમાં વેવાઈ-વેવાણ બાદ જેઠ નાનાભાઈની પત્નીને લઈ ભાગી ગયો

સુરતમાં આજે ફરી એકવાર ચૌંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પરિણત મોટાભાઈને તેમના નાનાભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા ભાગી ગયા છે. અન્ને નોંધનીય છે કે સુરતમાં વેવાઈ અને વેવાણ ભાગી ગયા બાદ સુરત સહિત સમ્રગ ગુજરાતમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. જોકે વેવાઈ-વેવાણ થોડા સમય બાદ પરત આવી ગયા હતા બાદ ફરી ભાગી ગયા હતા.

મોટાભાઈના પત્નીએ સુરત પુણા પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી કરી છે. જેમાં પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મને મારતા હતા. જુગાર પણ રમતા અને રમાડતા હતા અને દારૂ પણ વહેંચતા હતા. પરિણીતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી છે અને ન્યાયની માંગ કરી છે.