બિહારમાં 264 કરોડનો પુલ 29 દિવસ સુધી ટકી ના શક્યો

બિહાર હાલમાં બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ, પૂર તો બીજી તરફ, કોરોના કહેર તે સિવાય વહીવટીતંત્રની નિષ્ફળતા. ગોપાલગંજમાં પુલનો એક ભાગના ધરાશાયી થવાને કારણે નીતિશ સરકારના સુશાસનના દાવાઓની પોલ ખુલ્લી ગઈ છે. સત્તરઘાટ મહાસેતુનું ઉદઘાટન એક માસ પૂર્વે જ થયું હતું અને જેને પગલે 264 કરોડનો ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો છે.

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે 16 જૂને પટનાથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પુલનું ઉદ્ધાટન કર્યું હતું સ્થાનિક લોકોનું કહેવું છે કે, એક મહિના પહેલા આ પુલનું ઉદ્ધાટન થયું હતું પાણીના વધારો ફોર્સના કારણે પુલ ધરાશાયી થયો છે જેને કારણે પુલ અવર-જવર માટે લાલછપર, મુઝફ્ફરપુર, મોતીહારી, બેટ્ટીયા સુધીની જોડતા કડી બંધ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, આ પુલનું નિર્માણ 2012માં બિહાર બ્રિજ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા કરાવ્યું આ મહાસેતુનું ઉદઘાટન 16 જૂન 2020 ના રોજ બાંધકામ પૂર્ણ થયા બાદ કરાયું હતું.