સ્ટેચ્ચુ ઓફ યુનિટિ પાસે સરકાર દ્રારા તાર ફેનસિંગ કરતા સ્થાનિક આદિવાસી અસરગ્રસ્તો સાથે નિગમના અધિકાકારીએ અને પોલિસ વચ્ચે છેલ્લા 10 દિવસથી ઘર્ષણ વધી રહ્યું છે. આ મુદ્દે અસરગ્રસ્તોને આદિવાસી સંગઠનો અને રાજકીય પક્ષોનો સમર્થન મળી રહ્યું છે.
જેને પગલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે આપની મધ્યસ્થતાથી કોઈ આ મુદ્દે કાયમી ઉકેલ લાવવામાં આવે અને જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ ના આવે ત્યાં સુધી તાર ફેન્સીંગનું કાર્ય સ્થગિત રાખવામાં આવે.