ભાજપ પ્રમુખ સી.આર પાટીલ થયા ઈજાગ્રસ્ત

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સૌરાષ્ટ્રના આ પ્રથમ પ્રવાસને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ઠેર-ઠેર સ્વાગત કરી રહ્યા છે અને સ્વાગતમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડામાંથી એક ફટાકડું ફૂટીને તેમની આંખમાં ગયું હતું જેને પગલે પ્રદેશ પ્રમુખને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠન પ્રવાસ કર્યો નહોતો પરંતુ તાજેતરમાં જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયેલા સીઆર પાટીલે આજથી સંગઠનનો પ્રવાસ શરૂ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.