બ્રેકિંગ: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કોરોના શંકાસ્પદ

ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને RTPCRનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. જેને પગલે સારવાર માટે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

નોંધનીય છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ ભાજપના કાર્યકરોનો ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં પાટીલ સહિત ભાજપના કાર્યકરોએ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કર્યું નહોતું જેને પગલે આ પ્રવાસની સોશિયલ મિડિયામાં લોકોએ ભારે આક્રોષ ઠાલવ્યો હતો.