ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોરોનાને હરાવ્યો

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જેને પગલે આવતીકાલે પાટીલને એપોલો હોસ્પિટલમાંથી રજા મળશે. જે અંગેની જાણકારી ખુદ પ્રમુખે ટ્વીટ કરીને જણાવી છે. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમજ ગઈકાલે જ તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નોંધનીય છે કે, પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલી, જાહેરસભા તેમજ કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. જે કાર્યક્રમોમાં કાર્યકરોના ટોળેટોળા ઉમટ્યા હતા અને પાટિલ સહિત મોટાભાગના કાર્યકરોએ માસ્ક પહેર્યું નહોતું. પરિણામે પાટીલ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા જોકે, આજે તેઓ કોરોના માત આપવામાં સફળ રહ્યા છે.