ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોનાની ઝપેટમાં

ગુજરાત સહિત ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે આ સ્થિત વચ્ચે ભાજપ, કોગ્રેસ સહિતના રાજકીય નેતાઓ પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે અંગેની જાણકારી ખુદ નીતિન ગડકરી ટ્વીટ કરીને આપી છે. ટ્વિટમાં લખ્યું કે, ગઈકાલે મને નબળાઈ લાગતા મારા ડોક્ટરની મુલાકાત લીધી. મારા ચેકઅપ દરમ્યાન મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છું. જોકે, હાલ તમારા બધાના આશીર્વાદથી મારી તબિયત સારી છે. તેમજ મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે.

નોંધનીય છે કે, કોરોના મહામારી વચ્ચે સંસદમાં શરૂ થયેલા ચોમાસું સત્રના પ્રથમ દિવસે બન્ને ગૃહના ભાજપ અને કોગ્રેસ સહિતના 30 સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.