ભાજપના સ્ટાર પ્રચારકો પેટાચૂંટણીના પ્રચારના રણમાં ઊતરશે

વિધાનસભાની ત્રીજી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીના પગલે શાસક પક્ષ સહિતના નેતાઓ આઠેય બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવશે. જેને પગલે ભાજપે આવતીકાલથી સ્ટાર પ્રચારકો ઊતરશે પ્રચારના રણમાં ઉતરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આઠેય બેઠકો પર કરશે પ્રચાર તેમજ 28 અને 29 ઓક્ટોબરે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાં સભા કરશે.

બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 29-30 ઓક્ટોબરે સભા કરશે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 23 ઓક્ટોબરે લીંબડી અને ધારીમાં કરશે પ્રચાર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા 24-25 ઓક્ટોબર અને 30-31 ઓક્ટોબરે સભાઓ કરશે.

નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ધારાસભ્યપદેથા રાજીનામું ધરતા આઠ બેઠકો ખાલી પડી હતી.