ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટેની ભાજપની રણનીતિ સફળ રહી

BTPના ધારાસભ્યો છોટુ વસાવા અને તેના પુત્ર મહેશ વસાવાએ મતદાન ન જ કર્યું

BTPના બન્ને ધારસભ્યોએ મતદાન નહીં કરીને પણ ભાજપને સમર્થન કર્યું

વિધાનસભાની ગુજરાતની ચાર બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપની રણનીતિ સફળ રહી છે આજે સાંજે મતદાન કરવાનો સમય 4 વાગ્યા સુધીનો હતો પરંતુ BTPના ધારાસભ્યો છોટુ વસાવા અને તેના પુત્ર મનસુખ વસાવાએ આ ચૂંટણીમાં મતદાન કર્યું નથી. તેમજ BTPના બન્ને ધારસભ્યોએ મતદાન નહીં કરીને પણ ભાજપને સમર્થન કર્યું.

આ સંદર્ભમાં છોટુ વસાવાએ ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં એવું બહાનું કાઢ્યું હતું કે ભાજપ હોય કે કોંગ્રેસ અમે કોઈની તરફેણ કરતા નથી અને આદિવાસીઓ માટે આ સરકારે કોઈ જ કામ કર્યું નથી.

છોટુ વસાવાએ વધુમાં કહ્યું કે ગઠબંધન કર્યું એટલે મતદાન કરવું જ પડે એવું જરૂરી નથી. આ સરકાર આદિવાસીઓને ઉખાડી ફેંકવા માંગે છે આદિવાસીઓને જ્યાં નુકસાન થતું હશે ત્યાં જઈને અમે આંદોલન કરશું હવે અમે અમારી ઘરે જઈ રહ્યા છીએ ગરીબો માટેની માગણી પૂર્ણ થઇ નથી માંગણી નહીં સંતોષાતા અમે કોઈને પણ મત આપ્યો નથી. દેશના ગરીબો અને આદિવાસીઓને સરકાર અન્યાય કરી રહી છે

આદિવાસી નાગરિકો આ દેશના નાગરિકો હોવાનો પુરાવો આપવો પડે છે કોંગ્રેસના અહેમદ પટેલ તેમજ ભાજપના અનેક નેતાઓ એ મારો સંપર્ક કર્યો હતો પરંતુ મેં અને મારા પુત્રે કોઈને પણ મત નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.