ઇસનપુર પોલીસ સ્ટેશન તથા દાણીલીમડા પોલીસ લાઈનમાં ઉકાળા પીવડાવવામાં આવે છે

ઈસનપુરના લોકોની દીવસ-રાત સેવા કરતા પોલીસ કર્મચારીઓ માટે ઈસનપુર પોલીસ-સ્ટેશન તથા દાણીલીમડા પોલીસ લાઈન માટે ૩ દિવસ ઉકાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

એવું ટી.પી કમીટીના ચેરમેન ગૌતમ પટેલ (G.P) જણાવે છે. છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારના સેવાકીય કામો ચાલી રહ્યા છે અને હજુ આગામી દિવસોમાં પણ કોરોના વાયરસની આવી સ્થિતિમાં સેવા યજ્ઞ ચાલુ જ રખાશે.