બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં દાખલ કરાયા

અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ આવ્યો

ભારતના બોલિવૂડ પર સતત વર્ષોથી એક ધારુ શાસન કરનારા અમિતાભ બચ્ચનને પણ જીવલેણ અને ખતરનાક ગણાતો કોરોના પોઝિટિવ થયો છે. ખુદ અમિતાભ બચ્ચને આજે રાત્રે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સમાચાર લખ્યા હતા. અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનને કિડનીની બીમારી હોવાની પણ વાત છે તેઓને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસથી તેમને હળવો તાવ પણ આવતો હતો. આ અંગેના સમાચાર બાદ દેશ-વિદેશમાં રહેતા બચ્ચનના કરોડો ચાહકોમાં ભારે ગમગીની ફેલાઇ છે અને લાખો લોકોએ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે અમિતાભ બચ્ચનને સારું થઈ જાય.

બોલિવૂડના અનેક ફિલ્મસ્ટારો એ તેમજ રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓએ પણ અમિતાભ બચ્ચન અને તેઓ જલ્દીથી સારા થઈ જાય તે માટેની શુભકામનાઓ પાઠવી છે.

અમિતાભ બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તેમના પરિવાર સહિત સિક્યોરિટી ગાર્ડનો પણ કોરોનાનો રિપોર્ટ કરાયો.