બ્રેકિંગ: હું ભાજપમાં નહીં જાવ: સચિન પાયલટ, ભાજપના ટેકાથી સરકાર બનાવી શકે છે

કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં હાજર નહીં રહે તો સચિન પાયલટને પાર્ટી માંથી કાઢી મુકાશે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારને લઈને આજે સવારે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેમાં સચિન પાયલોટે સ્પષ્ટતા કરી દીધી છે કે હું કોઈપણ ભોગે ભાજપમાં જવાનો નથી. બીજી બાજુ સૂત્રો જણાવે છે કે આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી રહી છે જો સચિન પાયલટ આ બેઠકમાં હાજર નહીં રહે તો તેને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે રાજસ્થાન પ્રદેશ પ્રમુખનો હોદો પણ પાયલટ પાસે જ છે અને તેઓ અત્યારે કોંગ્રેસની રાજસ્થાન સરકારમાં નાયબ મુખ્યમંત્રી પણ છે ગઈકાલે ગ્રહ ખાતા દ્વારા તેમના પર રાજદ્રોહનો કેસ કરવા સંદર્ભમાં નોટિસ આપી ખુલાસો કરવાનો આદેશ અપાયો હતો આ નોટિસ મુખ્યમંત્રી ગેલોતના ઈશારે આપવામાં આવી હતી.

મધ્ય પ્રદેશની સરકાર તોડયા બાદ ભાજપ કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર પણ તોડવા માંગે છે તેવો આક્ષેપ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કર્યો છે. બીજી બાજુ સચિન પાયલોટે આજે સ્પષ્ટતા કરી છે કે હું ભાજપમાં જવાનો નથી પરંતુ મારી સાથે ૩૦ ધારાસભ્યો છે સૂત્રો જણાવે છે કે સચિન પાયલોટ ત્રીજો મોરચો ઊભો કરી શકે છે અને નવો પક્ષ બનાવી શકે છે તેમજ બહારથી ભાજપનો ટેકો લઈને રાજસ્થાનમાં સરકાર પણ બનાવી શકે છે તેઓ મુખ્યમંત્રી બની શકે છે આજે સાંજ સુધીમાં તો ચિત્ર સ્પષ્ટ થઇ જશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે પણ આજે સચિન પાયલોટની બેઠક છે આ અગાઉ ગઈકાલે સચિન પાઈલટે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ મિટિંગ કરી હતી.