બ્રેકિંગ: વડાપ્રધાન મોદી 31મી ઓકટોબરે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી શકે છે

વડાપ્રધાન નર્મદા ડેમ સાઈટ પર ઉભા કરાયેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા પધારી રહ્યા છે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન ગુજરાતમાં આવવાનું વિચારી રહ્યા છે. પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ દ્વારા સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.જોકે હજુ સુધી વડાપ્રધાનનો શિડ્યુલ નક્કી થયો નથી ઉપરાંત ગુજરાત સરકારમાં પણ હજુ વડાપ્રધાન આવશે જ તે વાત ને સમર્થન મળતું નથી કારણ કે જ્યારે પીએમઓ માંથી જ્યારે પણ શિડયુલ સીએમઓને અપાશે ત્યારે જ વડાપ્રધાનના સત્તાવાર મુલાકાતની સરકારને ખબર પડશે અને પીએમઓ દ્વારા હંમેશા છેલ્લી ઘડીએ વડાપ્રધાનનું શિડ્યુલ અપાતું હોય છે.