Breking: મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાંથી ભાજપના યુવા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા

હાર્દિક પટેલે ભાજપને જોરદાર ફટકો માર્યો અને રાજકોટમાં ભાજપનો જૂથવાદ પણ સામે આવ્યો

છેલ્લા દસ વર્ષથી ખાસ કરીને ગુજરાતમાં એક તરફી રાજકારણ એટલે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાતો કરતા ભાજપે કોંગ્રેસના અનેક ધારાસભ્યો તેમજ નેતાઓને તોડીને ભાજપમાં લાવ્યા છે પરંતુ ભાજપમાંથી કોંગ્રેસમાં જતા હોય તેવી ઘટના જવલ્લે જ બનતી હોય છે.

આજે કોંગ્રેસે ભાજપના ગુજરાતના સર્વોચ્ચ નેતા એવા અને મુખ્યમંત્રીના હોમટાઉનમાંથી જ ભાજપના એક મહિલા કોર્પોરેટરને તોડીને કોંગ્રેસમાં લાવી દીધા છે આ ફટકો ખૂબ જ મોટો ગણવામાં આવે છે

રાજકોટના વોર્ડ નંબર 5 ના યુવાન કોર્પોરેટર દર્શનાબેન ભેસાણીયા એ ભાજપનો કેસરીયો ખેસ ઉતારી ને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે પ્રશ્ન-૧ કોર્પોરેટરનો નથી પરંતુ ખુદ મુખ્યમંત્રી ના શહેરમાંથી ભાજપના કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઇ શકતા હોય તો એ બાબત ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે સૂત્રો જણાવે છે કે રાજકોટમાં ભાજપની જુથબંધી ચરમસીમા પર પહોંચી છે અને આગામી સમયમાં પણ ઘણી જ નવાજૂની થવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે.