બપોરે બે વાગ્યા ના સંક્ષીપ્ત લેટેસ્ટ સમાચાર

  • મહારાષ્ટ્ર: રાજભવનના 16 કર્મચારી કોરોના પોઝિટિવ, રાજ્યપાલ આઈસોલેશનમાં
  • મીડિયા અને સોશિયલ મીડિયામાં મુદ્દો ઉઠ્યા બાદ @PoliceSurat જાગી, વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી પુત્ર અને તેના મિત્રો સામે કરફ્યુ ભંગનો ગુનો નોંધાયો, 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો, મહિલા કોન્સ્ટેબલ સામે પણ હજુ ખાતાકીય તપાસ થશે
  • પ્રકાશ કાનાણીના વિવાદ મામલે મંત્રી કુમાર કાનાણીનું નિવેદન: કાયદાનો ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરો, મહિલા પોલીસકર્મીના વર્તન પર કાનાણીએ ઉઠાવ્યા સવાલ, મહિલા પોલીસકર્મીએ અપશબ્દો કહ્યા, સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે
  • સુરતમાં કોન્સ્ટેબલ અને મંત્રી પુત્રના વિવાદમાં પોલીસે અંતે રજીસ્ટર કર્યો ગુનો, કર્ફ્યું ભંગ બદલ પ્રકાશ કાનાણી સહિત ચારની ધરપકડ.. મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ રજા પર ઉતર્યા
  • છોટાઉદેપુર જબુગામ સંસ્થાના દવાખાનામાં ગંભીર બેદરકારી આવી સામે, બે મહિલાઓને પ્રસુતિ બાદ જન્મેલા શિશુઓની થઈ અદલા બદલી, બે પરિવારો વચ્ચે બાળક પોતાનો હોવાના દાવાને લઈ થયો વિવાદ, દવાખાનામાં હોબાળો મચાવતાં મામલો વધુ વકર્યો, DNA ટેસ્ટ બાદ બાળકો પોતાના જૈવિક માતા પિતાને સોંપાશે.
  • અમેરિકામાં ફરી શૂટઆઉટની ઘટના, અમેરિકાના સાઉથ ટેક્સાસમાં શૂટઆઉટ, ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓના મોત