રાજયમાં પ્રથમ વાર કોરોના કેસો 1400ને પાર નોંધાયા, ડિસ્ચાર્જનો આંકડો 1 લાખને પાર

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાની સ્થિતિ વઘુ વકરી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના સર્વોચ્ચ કેસોનો આંકડો નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી પ્રથમ વાર 1410ને લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો કુલ 1,20,498 પર પહોંચી ગયો છે. જ્યારે 16 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચી ગયો છે. જ્યારે પ્રતિકલાકે રાજ્યમાં સરેરાશ 58 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે. 18 દિવસમાં જ કોરોનાના 24,063 કેસો નોંધાય ચૂક્યા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1293 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 16,108 થઈ જે પૈકી 16010 લોકો સ્થિર અને 98 લોકો વેન્ટિલેટર પર છે.