જાણો, ગૃહમંત્રાલયે લોકડાઉનમાં કઈ દુકાનો-બજારોને છૂટછાટ આપી

લોકડાઉનને કારણે કોરોના વાયરસ પર નિયંત્રણ રહ્યું છે પરંતુ દેશનું અર્થતત્ર ઠપ્પ થઈ ગયું છે. છેલ્લા એક માસથી શટર ડાઉન કારણે વેપારીઓ સામે સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. તેમજ ખેડૂતો-શ્રમિકોની સ્થિતિ વધુ ખરાબ બની છે. જેને ધ્યાનમાં રાખતા સરકારે શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.

ગૃહમંત્રાલય દ્વારા મોડી રાત્રે જારી કરવામાં આદેશ મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દુકાનો ખુલશે જે શોપ્સ એન્ડ એસ્ટાબલિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ હશે. આ છૂટછાટ એજ દુકાનો છે જે નગરનિગમ અને નગરપાલિકમાં આવતી નથી. જેનો અર્થ નગરનિગમ અને નગરપાલિકમાં આવતી દુકાનો, મોલ અને માર્કેટ કોમ્પ્લેક્સના શટર હજુ પણ બંધ રહેશે. સિંગલ બ્રાન્ડ અને મલ્ટી બ્રાન્ડની સ્ટોર્સ પણ બંધ રહેશે. જેને પગલે મોલ અને વીઆઈપી બજારોમાં શોપિંગ કરવાનો હેતુ હજુ કેટલાક દિવસો સુધી છોડી દેવો જોઈએ.

જોકે ગ્રામીણ વિસ્તારમાં બજાર સંપૂર્ણપણે ખુલ્લી શકશે. જ્યાં તમામ પ્રકારની દુકાનો ખોલવાની મંજૂરી મળી ગઈ છે. તેમજ માર્કેટ કોમ્પલેક્સ પણ આજથી ખુલ્લી શકશે.

ગૃહમંત્રાલયે દુકાનો ખોલવા પર કોરોના સંક્રમણ અંતર્ગત ચિંતાઓ પર સંપૂરણ ધ્યાન રાખવાનું રહેશે તેમજ પહેલાની સરખામણીમાં અટધો સ્ટાફ જ કામ કરેશે અને દુકાનોમાં વગર માસ્ક કામ કરવાની મંજૂરી નથી. તેમજ કામ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવુ આવશ્યક છે.