કેન્દ્ર સરકારનો સૈન્યને છૂટો દોર, જીવ જોખમમાં હશે તો ફાયરિંગની મંજૂરી

લદ્દાખના ગલવાન ખીણમાં 15 જૂને ચીન-ભારતના સૈન્ય વચ્ચે હિંસક સંઘર્ષમાં 20 ભારતીય જવાનો શહિદ થયા બાદ કેન્દ્ર સરકારે સેનાને છૂટો દોર આપ્યો છે. જો સરહદ પર ચીન સૈન્યે ભારતના જવાનોના જીવને જોખમમાં મૂકશે તો ભારતીય સૈન્ય ફાયરિંગ કરતા અચકાશે નહીં.

કેન્દ્ર સરકારે સંભવિત સંભવિત જોખમની સ્થિતિમાં સેનાને ફાયરિંગ કરવાની મંજૂરી આપી છે. તેમજ સ્પષ્ટતા કરી છે કે, વાસ્તવિક નિયત્રણ રેખા(LAC) પર 20 જવાનો શહીદ થયા બાદ જો, જીવનું જોખમ હોય તો ફીલ્ડ કમાન્ડર આવા વ્યૂહાત્મક નિર્ણય લઈ શકે છે.

ભારત-ચીન બન્ને દેશો વચ્ચેના પ્રોટોકોલ પ્રમાણે અત્યાર સુધીમાં હથિયારનો ઉપયોગ પર પ્રતિબંધ હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, જો ચીન સૈન્ય દ્રારા ભારતીય સૈન્યના જીવ જોખમમાં હશે તો આ પ્રોટોકોલને માનવામાં આવશે નહીં.

સરકારી સૂત્રો પ્રમાણે જો, આત્મરક્ષણ માટે એકમાત્ર વિકલ્પ ફાયરિંગ રહેશે તો કોઈ પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ દેશમાં વિવાદ વકરતા હથિયારો હોવા છતાં ભારતીય સૈન્યના જવાનાને ચીન સૈન્ય સાથે ઝપાઝપીમાં હથિયારોનો ઉપયોગ કર્યો નહોતો.