Video: મુખ્યમંત્રી રૂપાણીએ ટોચના ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક શરૂ કરી

આ કોન્ફરન્સમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા નીતિન પટેલ અને મુખ્ય સચિવ પણ જોડાયા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિહ જાડેજાની ઉપસ્થિતિમાં વર્તમાન કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા અંગે ઉચ્ચ કક્ષાની બેઠક શરૂ કરી છે.

આ બેઠકમાં પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ- 19ની સ્થિતિ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ જિલ્લા મથકોના ખાનગી ક્ષેત્રના તબીબો સાથે મુખ્ય મંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરીને આ મહામારી સામે સૌ સાથે મળીને જંગ લડી સફળતા મેળવવા અને તબીબી જગત સરકાર સાથે ખભેખભા મિલાવી આ સ્થિતિમાં સક્રિય સેવા દાયિત્વ અદા કરે છે તેની સરહના કરવા સાથે તેમના સૂચનો પણ મેળવવા માં આવી રહ્યા છે.

વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓ માં જે તે જિલ્લા ના પ્રતિષ્ઠિત ખાનગી તબીબો ઉપસ્થિત રહી ત્યાંથી આ વીડિયો કોન્ફરન્સ માં જોડાયા છે મુખ્ય સચિવ અનિલ મુકીમ મુખ્ય મંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન તેમજ રાજયસરકાર ના વરિષ્ઠ સચિવો ગાંધીનગર માં મુખ્ય મંત્રી વિજય ભાઈ સાથે આ બેઠક માં સહભાગી થયા છે.