હાઈવે પ્રોજેક્ટસમાં પણ ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકાશે: નિતિન ગડકરી

પૂર્વીય લદ્દાખમાં ભારત-ચીનના સૈન્ય વચ્ચે હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા પછી દેશભરમાં ચીન પ્રત્યે રોષ ભભૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ચીનને સતત આર્થિક મોરચે ફટકો આપી રહ્યું છે. જેના ભાગરૂપે હવે ભારતે તમામ હાઈવે પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓને બેન કરવાની તૈયારી કરી રહ્યું છે આ અંગે ખુદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યુ છે. ચીની કંપનીઓના સંયુક્ત સાહસ ભાગીદાર તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

માર્ગ પરિવહન અને MSME પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર સુનિશ્ચિત કરશે કે માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ને વિવિધ ક્ષેત્રમાં ચીની રોકાણકારો સાથે કોઈ સંબંધ ન રાખવામાં આવે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ભારત સરકારે ચાઈનીઝ મોબાઈલ એપલિકેશન ટિકટોક સહિત 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અગાઉ પણ ચીની કંપનીઓને રેલ્વેના ઘણા કોન્ટ્રાકટમાંથી બહારનો માર્ગ દેખાડ્યો છે. હવે સરકરા આર્થિક મોરચે ચીનને સતત ઝાટકો આપવાના મૂડમાં છે.