છેલ્લા 76 વર્ષથી અન્ન-જળ વગર જીવતા ચમત્કારી એવા ચુંદડીવાળા માતાજીએ દેહ ત્યાગ કર્યો

ખાધા-પીધા વગર કઈ રીતે જીવી શકે છે તેની તપાસ કરવા માટે આવેલા વૈજ્ઞાનિકો પણ રહસ્ય જાણી શક્યા ન હતા

ગુજરાતના સુપસિધ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત પાસે નિવાસ સ્થાન બનાવીને રહેતા ૭૬ વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર(પહલાદભાઈ જાની) ચુંદડી વાળા માતાજીએ દેહત્યાગ કયોઁ છે. આ સમાચાર વાયુવેગે સમગ્ર ગુજરાતમાં ફેલાય ગયા છે. જેને કારણે તેમના સરદારમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે.

અત્રે નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા દિલ્હી સહિતના શહેરોમાંથી સાયન્ટિસ્ટોની એક ટીમ અમદાવાદ આવી હતી તેમજ ચુંદડીવાળા બાબા ખરેખર ખાધા-પીધા વગર જીવે છે કે માત્ર ઢોંગ કરે છે તેની વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી અને બે દિવસ માટે તેમને હોસ્પિટલમાં એક રૂમમા બંધ કરીને રાખ્યા હતા.

સીસીટીવીની નિગરાની હેઠળ ચુંદડીવાળા બાબાને રખાયા હતા. પરંતુ સૌંદર્ય વચ્ચે જ્યારે ડોક્ટરો તેમને તપાસતા હતા ત્યારે તેમનું બ્લડપ્રેશર નોર્મલ આવતું હતું એટલું જ નહીં જ્યારે પણ સેમ્પલ માગ્યાએ સમયે તેમને યુરીન પણ આપ્યું હતું. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવતા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળવા માંડ્યા હતા.

ખાધા-પીધા વગર વર્ષો સુધી માણસ કઈ રીતે જીવી શકે તેનું રહસ્ય વૈજ્ઞાનિકો શોધી શકયા ન હતા અને પરત જતા રહ્યા હતા.પ્રહલાદભાઈ જાનીએ ચુંદડી વાળા માતાજી તરીકે અરવલ્લીની ગિરિકંદરાઓમા અન્નજળનો ત્યાગ કરીને તપસ્વીની જેમ ધુણી ધખાવી હતી તેમને તેમના વતન ચરાડામા અંતિમ શ્ર્વાસ લીધા હતા.તેમની સમાધિની વિધિ માટેની તૈયારીઓમા સંતો મહંતો લાગી ગયા છે .આ સમાચાર સાંભળ્યા બાદ તેમના નજીકના આશ્રમના અનુયાયી ઓ મોટી સંખ્યામાં અંબાજી તરફ જઈ રહ્યા છે. ગુજરાત સહિત દેશવિદેશમા લાખો ભક્તો ધરાવતા ચુંદડી વાળા માતાજી આ ધરતી પર અન્નજળ વગર કેવી રીતે રહ્યી શકયા તે વિજ્ઞાન માટે પણ પડકારજનક હતું પરંતુ અન્નજળ વગર જીવી શકાય તેનું રહસ્ય પણ વણ ઉકેલાયું રહ્યું છે.

Comments are closed.