LAC પર ભારત-ચીનના સૈન્ય વચ્ચે ઘર્ષણ, ભારતના એક ઓફિસર, બે જવાન શહિદ

ભારત-ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લદ્દાખ સરહદી વિવાદ વધી રહ્યો છે. ગત રાત્રીએ બંને દેશોની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું જેમાં ભારતીય સૈન્યના એક ઓફિસર જ્યારે બે જવાન શહીદ થયા છે.

ભારતીય સૈન્યની અધિકારીએ જણાવ્યું કે ગલવાન ઘાટીમાં સોમવારે રાત્રે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત-ચીનના સૈન્ય વચ્ચે ઝપાઝપી થઈ હતી જે દરમ્યાન ભારતીય સૈન્યના એક ઓફિસર તેમજ બે જવાનો શહીદ થયા છે. આ મામલાને શાંત કરવા બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મોટી બેઠક યોજી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદી વિવાદ વકરી રહ્યો છે. જે વિવાદ ઉકેલવા માટે બંને દેશોની સૈન્ય છેલ્લા કેટલાક દિવસોથી પગલા ભરી રહી છે પરંતુ કોઈ નક્કર પરિણામ આવતુ નથી.