CM રૂપાણીએ રાજ્યપાલની મુલાકાત લેતા અનેક પ્રકારની અટકળો શરુ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બપોરે રાજ્યપાલની એક મુલાકાત લીધી હતી બંને મહાનુભાવો વચ્ચે અડધો કલાક સમય સુધી બેઠક ચાલી હતી. રાજ્યપાલના બંગલે સીએમ કાફલો પહોંચ્યો હતો સામાન્ય રીતે કોઈ મહત્ત્વના કામ સિવાય મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા જતા હોતા નથી પરંતુ આજે એક મુખ્યમંત્રીએ રાજ્યપાલને મળતા અનેક પ્રકારના તર્ક વિતર્કો શરૂ થયા છે.

ગઈકાલે જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ચાર્જ સંભાળ્યો હતો જેથી આગામી ટૂંક સમયમાં જ રૂપાણી મંત્રી મંડળનું વિસ્તરણ થશે એ પ્રકારની અટકળો શરૂ થઈ છે. બીજી બાજુ રૂપાણીએ આજે રાજ્યપાલને મળતા આ અટકળોને વેગ મળ્યો છે અને કેબિનેટનું વિસ્તરણ આગામી દિવસોમાં કરાશે એવી ચર્ચા શરૂ થઈ છે.