CM રૂપાણીએ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને ટેલીફોનીક વાતચીત કરીને ખબર અંતર પૂછ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અગ્રણી ભરતસિંહ સોલંકીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાના સમાચાર મળતાં જ તેમની સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

મુખ્યમંત્રીએ સોલંકીને શ્રેષ્ઠ સારવાર સુવિધા માટે સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ પુનઃ લોક સેવામાં કાર્યરત થઇ જાય તેવી શુભેચ્છાઓ આપી હતી.