પૂર્વ CM કમલનાથના “આઈટમના” નિવેદનના વિરોધમાં કાલે CM શિવરાજના મૌન ધરણા

મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં નેતાઓ ચૂંટણી સભામાં મર્યાદા ભૂલી જતા જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઇમરાતી દેવીને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે આઈટમ કહ્યું જ્યારે અજય સિંહે જલેબી કહ્યું આ નિવેદનો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું ગયું છે.

આ સ્થિતિ દરમ્યાન ઇમરાતી દેવીના સન્માનમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે સોમવારે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી ભોપાલમાં બે કલાક મૌન રહી વિરોધ પ્રદર્શન કરશે.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના આઈટમના નિવેદનના જવાબમાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, માત્ર ઇમરાતી દેવીનું અપમાન નથી, પરંતુ મધ્યપ્રદેશની પુત્રીનું અપમાન છે બહેનોનું અપમાન પૃથ્વીનું અપમાન છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનું શું થયું છે કમલનાથ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે વર્ષોથી, કોંગ્રેસની સેવા કરનારી પુત્રીની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહી છે. શું ગરીબ દીકરીનું પણ અપમાન થશે? શું બહેનો અને દીકરીઓનું કોઈ માન નથી? શું તેમનું સન્માન પગથી કચડી નાખશે?