લોકડાઉન-5માં CM વિજય રૂપાણીએ વેપારીઓને છૂટછાટની હૈયાધારણ આપી

લોકડાઉન ચારના પૂર્ણતા પેહલા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર, MSMEસેક્ટરમાં હોદેદારો, મસ્કતી માર્કેટ મહાજન અને ન્યૂ કલોથ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગત, ચેમ્બરના પ્રતિનિધીઓ સહિતના લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની રજૂઆત સાંભળી હતી અને લોકડાઉન પાંચમા સંબંધિત છૂટછાટ સાથે યોગ્ય હૈયાધારણ આપી હતી.

આ પ્રસંગે કાંકરિયા રોડ પર આવેલ સફલ=ટુ, સુમેલ-ટુંના વેપારી આગેવાનો પ્રિયાંક ગિદ્વાણી સહિતના પ્રતિનિધિમંડળ દ્વારા 100થી વધુ વેપારીઓ તરફથી તેમની દુકાનો અને ધંધા રોજગાર સ્થળો પેહલી તારીખથી ખુલે તે માટે પ્રમુખ ગૌરાંગ ભગતને રજૂઆત કરી હતી.

જે અંગે ભગતે વેપારીઓને યોગ્ય હૈયાધારણ આપી હતી. સીએમ સાથેની બેઠકમાં કાપડ માર્કેટના વેપારીઓને પણ કૉરોના ના આપતિભર્યા સમયમાં હવે એમએસએમઈ હેઠળ આવરી લેવા બહુ મહત્વની વિનંતી કરાઈ હતી.તો સાથે સાથે આરબીઆઇ રેપો રેટ માં ઘટાડો કરે છે પરંતુ બેન્કો તેની ઈફેક્ટ આપતી નથી, તેવી ગંભીર ફરિયાદ પણ કરાઈ હતી.