કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા ઉપર

ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ સિમ્સ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયેલ છે.
દિવસ દરમિયાન વેન્ટીલેટર પર છે સ્થીતીમા સુધારો થઈ રહ્યો છે. વેન્ટીલેટર સપોર્ટ ઓછો કરવા તરફ પ્રયત્ન કરી રહ્યા છે. સેડેશન ઓછું કરતા શરીર નું હલનચલન કરી શકે છે અને કમાન્ડ ફોલો કરે છે. બીજા રીપોર્ટ સામાન્ય થઇ રહ્યા છે. તેમ સિમ્સ હોસ્પીટલ જણાવ્યું છે.