પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓનું આંદોલન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં પદયાત્રા કરતા પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ભાઈ ચાવડા,ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ, ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, શહેર પ્રમુખ શશીકાંત પટેલ તથા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત પેટ્રોલ- ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ પાર્ટીએ આજે સમગ્ર દેશના મોટાભાગના રાજ્યમાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં વધારાનો વિરોધ અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.