ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા વિચારણા

કોરોના મહામારીના પગલે રાજ્યમાં શાળાઓ બંધ છે. દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્ન એ છે કે આવી કપરી પરીસ્થિતિમાં શાળાઓ ક્યારે શરૂ થશે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાના દૈનિક 1300થી વધુ કેસો નોંંધાય રહ્યા છે જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે.