ગુજરાતમાં કોરોનાનો કાળો કેર 681, અમદાવાદ કરતા સુરતમાં વઘુ કેસો નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસનો કાળો કેર યથાવત છે આજે રાજ્યમાં 24 કલાકમાં અનલોક-2ના બીજા દિવસે અત્યાર સુધીના સૌથી વધુ 681 કોરોના કેસોના નોંધાયા જ્યારે 19 લોકોએ કોરોના કારણે જીવ ગુમાવ્યો. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીનો કુલ આંકડો 33 હજારને આંક વટાવીને કુલ 33,999 પર પહોંચી ગયો છે અને કુલ મુત્યુઆંક 1,888ને આંબી ગયો છે.

તેમજ વધુ 563 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 24,601 થઈ ગઈ છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 7,510 થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદ કોરોના કેસો અને મુત્યુઆંકની ગતિ અગાઉ કરતા ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 211 નવા કેસો નોંધાયા જ્યારે 7 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે. બીજી બાજુ સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે જેને પગલે આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ સુરત શહેરની મુલાકાત લઈ રહ્યા છે. આજે કોરોનાથી 227 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.