ગુજરાતમાં કોરોનાનો કાળો કેર આજે 394 કેસો, 23ના મોત

લોકડાઉનનો કડક ચુસ્ત અમલ છતા અમદાવાદમાં 280 કેસો, 20ના મોત

ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ છતાં કોરોના મહામારીનો કેર જારી છે. તેમાં ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. કોરોના કેસોની સાથે મૃત્યુઆંકનો સિલસીલો પણ યથાવત રહ્યો છે.

આજે ગુજરાતમાં કોરોનાના નવા 394 દર્દીઓ નોંધાયા. તેમજ કોરોના કારણે 23 લોકો મોતને ભેટ્યા છે. જે સાથે રાજયમાં કુલ કોરોના કેસોની સંખ્યોનો આંકડો 7,767ને આંબી ગયો છે. તેમજ મૃત્યુઆંક રાજયમાં 472 થઈ હયો છે. આજે 219 લોકોએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં લોકડાઉનનો કડક ચુસ્ત અમલ વચ્ચે પણ કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. 24 કલાકમાં અમદાવાદમાં કોરોના 280 કેસો નોંધાયા અને કોરોના કારણે 20 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 10 મહિલા અને 10 પુરુષોનો સમાવેશ થાય છે.

જેને પગલે અમદાવાદમાં કોરોના મહામારીના કેસનો આંકડો 5,540 પર પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુઆંક 363ને આંબી ગયો છે. તે ઉપરાંત વડોદરમાં 28 અને સુરતમાં 30 કોરોના કેસો નોંધાયા છે.

રાજ્ય આરોગ્ય વિભાગ અને મ્યુ.તંત્ર દ્રારા કોરોના વાયરસને કાબૂમાં કરવા અનેક પગલા લીધા છતાં પણ સ્થિતિ જેમની તેમ છે. રાજ્ય સરકાર માટે કોરોના વાયરસને કાબૂમાં કરવો હવે એક પડકાર સમાન છે.