ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ 615 કેસ, 18નાં મોત, 379 ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે આજે રાજ્યમાં પ્રથમવાર કોરોના કેસોના આંકડો 600ને પાર નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 615 કેસો નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 30 હજારને આંક વટાવી ગયો છે. જ્યારે કોરોના કારણે 18 લોકોના સારવાર દરમ્યાન જુદી-જુદી હોસ્પિટલમાં મોત નિપજ્યા છે.

તેમજ વધુ 379 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 22,417 થઈ ગઈ છે. જોકે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 6,566 થઈ ગઈ છે.

બીજુ બાજુ રાજ્યમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદ કોરોના કેસોમાં ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 211 નવા કેસો નોંધાયા જ્યારે 12 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે. સુરત શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થતા 184 કેસા સામે આવ્યા છે.