ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ 735 કેસ, સુરતે આજે ફરી અમદાવાદને ઓવરટેક કર્યું

ગુજરાતમાં કોરોના વાયરસ દિન- પ્રતિદિન બેકાબૂ બનીને નવા વિક્રમો સર્જી રહ્યો છે. આજે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 735 કેસો નોંધાયા છે જ્યારે 17 દર્દીઓના કોરોના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 36 હજારને આંક વટાવી ગયો એટલે કુલ 36,858 પર પહોંચી ગયો છે અને કુલ મુત્યુઆંક 1,965ને આંબી ગયો છે.

તેમજ વધુ 423 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 26,323 થઈ ગઈ છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 8,573 થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની રહેલુ સુરતમાં આજે ફરી છેલ્લા 24 કલાકમાં કોરોના 241 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. રાહતની વાત એ છે કે, અમદાવાદ કોરોના કેસો અને મુત્યુઆંકની આંક ઘટી રહ્યા છે. 24 કલાકમાં નવા 183 કેસો નોંધાયા જ્યારે 7 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.