ગુજરાતમાં કોરોનાની બુલેટ રફતાર, સર્વોચ્ચ 925 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ દિન- પ્રતિદિન બેકાબૂ બનીને નવા વિક્રમો સર્જી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાએ આંકડો 900ને પાર કર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક 925 કેસો નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 43 હજારને આંક વટાવી ગયો એટલે કુલ 44,648 પર પહોંચી ગયો છે જ્યારે 10 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,081ને આંબી ગયો છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 791 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 31,346 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 11,221 થઈ જે પૈકી 11,153 સ્થિર અને 68 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાથી સ્થિતિ કથળી રહી છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોના 236 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના173 કેસો નોંધાયા જ્યારે 2 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.