ગુજરાતમાં કોરોનાના કેસ અને ડિસ્ચાર્જ 1300ને પાર, કુલ કેસ 1 લાખ 36 સપાટી વટાવી

ગુજરાતમાં આજે કોરોના કેસો 1400ને અંદર નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 1381 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો કુલ 1,36,004 પર પહોંચી ગયો છે. જ્યારે 11 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 3442 પર પહોંચી ગયો છે. જ્યારે પ્રતિકલાકે રાજ્યમાં સરેરાશ 57 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1383 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 16,703 થઈ જે પૈકી 16614 લોકો સ્થિર અને 89 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના સૌથી વધુ 311 કેસો નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોરોના 195 કેસો નોંધાયા. જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે. રાજકોટમાં આજે કોરોનાથી વધુ 148 લોકો ઝપેટમાં આવ્યા છે.