સમ્રગ વિશ્વમાં કોરોના કોવિડ-19નો કાળો કેર જારી

કોરોના વાઈરસ સમ્રગ વિશ્વના આશરે 190થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. ચીન, ઈટાલી બાદ વિશ્વની મહાસત્તા ગણાતું અમેરિકા કોરોના વાઈરસનું એપી સેન્ટર બની ગયું છે. અમેરિકામાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસોનો આંકડો 33,7620 પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુઆંક 9,647 થઈ ગયો છે.

યુરોપમાં પણ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. સ્પેનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 131,646 કેસો નોંધાય ચૂક્યા છે જ્યારે 12,641 લોકો કોરોના કારણે મૃત્યુ પામ્યા છે.

ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 128,948 કોરોનાપોઝિટવ કેસો સામે આવ્યા છે. તેમજ આ મહામારીને કારણે 15,887 લોકો મોતને ભેટ્યા છે. ત્યાર બાદ જર્મનીમાં પણ કોરોના 100,123 કેસો નોંધાયા છે અને 1,584 લોકોનું આ મહામારીને કારણે મૃત્યુ થયું છે. ફ્રાંસમાં કોરોના કુલ 93,780 કેસો સામે આવ્યા છે જ્યારે 8,093 લોકો મોતને ભેટ્યા છે.