ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં નવા 1 હજારને પાર કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,067 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 87 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 87,846 પર પહોંચી ગયો છે જ્યારે 13 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1021 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,686 થઈ જે પૈકી 14,611 સ્થિર અને 75 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 236 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 155 કેસો નોંધાયા જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.