કોરોનાની અસર: CBSEના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો

કોરોના વાયરસના કારણે સમ્રગ દેશમાં છેલ્લા ત્રણ માસથી સ્કૂલો બંધ છે જેને પગલે હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈનના માધ્યમથી ભણાવામાં આવી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે CBSEના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે હવે સીબીએસઇએ વિદ્યાર્થીઓમાં માટે નવા સત્ર 2020-21 માટે નવો અભ્યાસક્રમ જારી કર્યો છે. નોંધનીય છે કે, અભ્યાસક્રમ ફેરફાર માત્ર 9થી 12ના વર્ગ માટે કરવામાં આવ્યો છે.

સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ પર સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ શકાય છે. આ અંગે માનસ સંસાધન વિકાસમંત્રી ડો. રમેશ પોખિરયાલ નિશંકે ટ્વીટ કરીને કહ્યું કે, લર્નિગ એચીવમેન્ટના મહત્વને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમજ કહ્યું કે, થોડા સપ્તાહ પહેલા મેં આ નિર્ણયમાં મદદ કરવા માટે #SyllabusForStudents2020 પર તમામ વિદ્વાનોના સૂચનો આમંત્રિત કર્યા. મને શેર કરતા ખૂશી થઈ રહી છે કે સમ્રગ દેશમાંથી અમને 1.5 કરોડથી વધુ સૂચનો મળ્યા ભારી પ્રતિક્રિયા માટે તમામને ધન્યાવાદ. તેમજ કહ્યું કે, સીબીએસઇ દ્રારા વર્ગ 9થી 12ના વિદ્યાર્થીઓ પર અભ્યાસક્રમનો ભાર ઘટાડવા માટે સુધારો કરવામાં આવ્યો છે.