લોકડાઉન-2 માર્ગદર્શિકા: પ્લમ્બર,મેકેનિકને મુક્તિ, IT કંપની શરતો હેઠળ ખુલ્લશે

કેન્દ્ર સરકારે લોકડાઉન-2ને લઈને ગાઈડલાઈન જારી કરી દીધી છે. જે અંતર્ગત સાર્વજનિક જગ્યાએ માસ્ક જરૂરી હશે. તેમજ સરકારે ખેડૂતોને કેટલીક છૂટછાટ આપી છે. સાથે કેટલાક ઉદ્યોગોમાં પણ કેટલીક છૂટ આપી છે. તેમજ ઈ-કોમર્સ- કૂરિયર સેવામાં પણ રાહત મળી છે. અને આવશ્યક ચીજવસ્તુઓ બનાવવા માટે કારખાનાને ખોલવામાં આવશે.

સરકારે કહ્યું કે આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓનું ઉત્પાદન જારી રહેશે. સાથે કેટલીક શર્તોને આધીન ટ્રકોને પણ અવર-જવર માટે છૂટ આપવામાં આવી છે. લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે હોટલ, લોજ ઓપન રહેશે. ઈલેકટ્રીક મેકેનિક, પ્લંબર, મોટર મેકેનિક, કારપેન્ટરને પણ મંજૂરી આપવામાં આવી છે. 50 ટકા કર્મીઓ સાથે IT કંપનીઓમે કામ કરવાની મંજૂરી આપી છે.

સરકારે આવશ્યક સેવાઓ માટે અવર-જવર માટે છૂટ આપી છે. બેન્ક, ATM, પોસ્ટ ઓફિસ ચાલુ રહેશે. આઈઆરડીઈઆઈ અને વીમા કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. APMC દ્વારા સંચાલિત તમામ મંડિયા ચાલુ રહેશે. તેમજ મનરેગા હેઠળ કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

આ સાથે, મત્સ્યઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી હતી. દૂધના વેચાણ, સંગ્રહ, વિતરણની મંજૂરી આપી છે. પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે. પ્રિંટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડીટીએચ, કેબલ, ઇન્ટરનેટ સેવાઓ ચાલુ રહેશે. ગ્રામીણ વિસ્તારોમાં ઓદ્યોગિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. સેઝમાં ઓદ્યોગિક ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે.