સુરતમાં શ્રમિકોએ લોકડાઉનમાં ઘર વતનની માંગ સાથે વાહનોને આગચાંપી

કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના સુરતમાં હજારો શ્રમિકો રસ્તા પર આવી ગયા છે. કોરોના વધતા કેસો અને લોકડાઉન વચ્ચે સુરત અચાનક ઉકળવા લાગ્યું છે. હજારો પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઘરે મોકલવાની માંગ કરી રહ્યા હતા. મજૂરોએ આંગચાપી જેવી ઘટનાને પણ અંજામ આપ્યો હતો. પોલિસ કેટલાક લોકોની અટકાયત કરીને મામલાને શાંત કર્યો હતો.

દેશની હીરનગરી સુરતમાં શુક્રવારે અચાનક હાહાકાર મચી ગયો હતો. એક સાથે હજોરો શ્રમિકો રસ્તા પર ઉતરી આવીને ભારે હંગામો મચાવ્યો હતો. તેમજ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી.

બપોર સુધી સુરતમાં સ્થિતિ સામાન્ય હતી, પરંતુ લોકોમાં કોરોનાની દહેશત અને રસ્તા ઉપર લોકડાઉનનો સન્નાટો પ્રસર્યો હતો. પરંતુ સાંજે પડતાજ શહેરના લસકાણા સૂમસામ વિસ્તાર શોર મચી ગયો હતો. બીજા રાજ્યના મજૂરોએ માર્ચો માંડ્યો અને ઘરે પરત ફરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં શ્રમિકોએ શરૂઆતમાં લોકડાઉનનું પાલન કરી રહ્યા હતા પરંતુ હવે તેમનો આક્ષેપ છે કે પગાર મળી રહ્યો નથી, તેમજ રાશન અને પાણીના પૈસા ખત્મ થઈ ગયા છે. મજૂરોના હંગામાની માહિતી મળતા પોલિસે મોર્ચો સંભાળીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોના કેસોની સંખ્યા 432ને આંબી ગયો છે. જ્યારે આ મહામારીને કારણે 19લોકોના મોત થયા છે.